All about MYSY Scholarship
Government Scholarships :-->
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઘોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૦ પર્સન્ટાઈલ (PR) કે તેથી વઘુ મેળવી ડિગ્રી એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં એડમિસન મેળવનાર વિદ્યાર્થીઓ કે જેના પરિવારની કુલ વાર્ષિક આવક રૂ|. ૬,૦૦,૦૦૦/- થી ઓછી હોય તેમને સરકાર શ્રી દ્વારા વાર્ષિક ટ્યુશન ફીની ૫૦% રકમ અથવા રૂ|. ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી રકમની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે.
SC/ST કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક રૂ|. ૨,૫૦,૦૦૦/- થી ઓછી હોય તેમને સરકાર શ્રી દ્વારા ૧૦૦% ટ્યુશન ફી ની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે. તેના માટે વિદ્યાર્થીએ એડમિસન મળ્યા બાદ જો Freeship કાર્ડ કઢાવેલ હશે તો કોલેજ ખાતે કોઈ જ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી અન્યથા કોલેજ ખાતે ટ્યુશન ફી ભર્યા બાદ જયારે સરકાર શ્રી દ્વારા સ્કોલરશીપ રકમ કોલેજને મળે ત્યારે કોલેજ સ્કોલરશીપ રકમ વિદ્યાર્થીને પરત આપે છે.
SEBC/OBC કેટેગરીની નીચે યાદી કરેલ જ્ઞાતીના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક રૂ|. ૨,૫૦,૦૦૦/- થી ઓછી હોય તેમને સરકાર શ્રી દ્વારા રૂ|. ૫૦,૦૦૦/- ની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે.
વિચરતી જાતિઓ :-->
નટ-બજાણીયા, બાજીગર, ભાંડ, ગારૂડી, કાતકરી, નાથ-બાવા, કોટવાડીયા, તુરી (અનુજાતિ) , વિટોળીયા, જોગીવાદી, બાવા-વૈરાગી, તરગાડા, ગરોડા (અનુજાતિ) , મારવાડા, ઓડ, પરાઘી, રાવળ, રાવળ-યોગી, શીકલીગર, સરાણીયા, વણજારા(શીનાગવાલા અને કાંગસીવાળા), જોગી, ભોપા, ગાડી લુહારીયા, કાંગસીયા, ઘંટીયા, ચામઠા, ચારણ, ગઢવી( ફક્ત ભૂતપૂર્વ વડોદરા રાજ્યના વિસ્તારના), સલાટઘેરા
વિમુક્ત જાતિઓ :-->
બાફણ, સાંસીયા, આડોડીયા, ડફેર, હીગોરા, મેતા(અનુજનજાતિ), કાકડ, કિત્યા, ઠેબા, વાધેર, વાઘરી, ચુવાળીયા કોળી, કોળી( ફક્ત કચ્છ જીલ્લાના રાપર અને ભચાઉ તાલુકાઓમાં જ)
Process About for New registration and Renew registration...
1. For New application : ---
1. આધારકાર્ડ ની સ્વ-પ્રમાણિત નકલ ,
2. ધોરણ-૧૦ અથલા ધોરણ-૧૨ પાસ કર્યા ની સ્વ-પ્રમાણિત નકલ ,
3. ડીગ્રી /ડિપ્લોમા અભ્યાસક્રમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિ નો લેટર ની સ્વ-પ્રમાણિત નકલ ,
4. ટયુશન ફી ભર્યા ની તમામ સ્વ-પ્રમાણિત નકલ,
5. સેલ્ફ ડેકલેરેશન (અસલ માં ),
6. વાલીની આવક નું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી નું ) સ્વ-પ્રમાણિત નકલ ,
7. સંસ્થાના આચાર્યશ્રી નું, સંસ્થાના લટરપેડ પર પ્રમાણપત્ર (અસલ માં),
8. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાના પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
9. વિધાર્થીના બેન્કના બચતખાતા પ્રથમપાના ની પાસબુક ની સ્વ-પ્રમાણિત નકલ
10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવાકવેરા ને પાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડેકલેરેશન (અસલ માં ),
Apply for this scholarship link : Link
2. For Renew application : ---
1. આધારકાર્ડ ની સ્વ-પ્રમાણિત નકલ ,
2.સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃતિનું રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલ માં)
3. વિદ્યાર્થીના પ્રથમ /બીજા/ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની ભાકડળીટની (સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટર ની ) નકલ (સ્વપ્રમાણિત)
4. વિદ્યાર્થીએ અભયાસક્રમના બીજા/ત્રીજા/ચોથા (જે લાગુ પડતુ હોય તે વર્ષ માં )ફિ ભર્યા ની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત )
5. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાના પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
6. વિધાર્થીના બેન્કના બચતખાતા પ્રથમપાના ની પાસબુક ની સ્વ-પ્રમાણિત નકલ
7.વાલીની આવક નું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી નું ) સ્વ-પ્રમાણિત નકલ ,
8. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવાકવેરા ને પાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડેકલેરેશન (અસલ માં ),

0 Comments