Gujarat government announces scheme for unreserved segment of society :
ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેતા દેશમાં પહેલીવાર કોઈ રાજ્યમાં બિન અનામત વર્ગોને પણ અનામત વર્ગો જેવા જ લાભો મળશે. ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગો માટે રચવામાં આવેલા આયોગની તમામ ભલામણો સ્વીકારી લેવાતા હવે બિન અનામત જ્ઞાતિઓને પણ અનામત જેવો જ લાભ મળશે. બિન અનામત વર્ગોંએ આ લાભ ઉઠાવવા માટે અનામત વર્ગની જેમ જ ફોર્મ ભરવાના રહેશે અને ગઈકાલે સરકાર દ્વારા આ ફોર્મ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને આ યોજનાનો લાભ મળી રહે અને પ્રક્રિયા સહેલાઈ થી સમજાઈ રહે તે માટે ‘પંચનામું’ આપને Step by Step સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં મદદ કરશે.
શું ફાયદો મળશે?

સરકાર દ્વારા હજી અધિકારીક તૌર પર શું લાભો મળશે તેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સુત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આશરે 30થી વધારે યોજનાઓમાં બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. જે અંતર્ગત સરકારી નોકરીઓમાં ઉંમર 28 થી વધારીને 33 કરવામાં આવશે. આ ઉપરાંત સ્વરોજગારીને પ્રોત્સાહન માટે સસ્તી લોન આપવાની ભલામણને પણ સરકારે માન્ય રાખી છે. મળતી માહિતી પ્રમાણે શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં પણ 50 ટકા સુધી રાહાત આપવમાં આવશે. આ ઉપરાંત બિન અનામત વર્ગની યુવતીઓને પણ મોટી રાહતો આપવામાં આવશે.

0 Comments